Posts

તેરી લાડલી મેં 🙇🦋

Image
🤭🤭🤭 आपको लग रहा होगा कि में हस रहा हु... देखो इस नादान को, अपनी पापा की लाडली.. इस नादान का भोलापन देख में हसूंगा ही ने 🤭🤭🤭 🥺🥺🥺छोड़ो , चलो इस बात को..पापा के लिए बेटी क्या हे वो इस हसी से नहीं लेकिन हसी के पीछे की 🙇🥺.... खैर छोड़ो इस बात को... આજે ફરીથી મારી કોરી કલમ દીકરી પાછળ ચલાવું તો..🥺🙇    બાપ અને દીકરી… 🥺🙇🦋 બે શબ્દ, પણ વચ્ચે આખું બ્રહ્માંડ સમાયેલું...🙇 દીકરી એ બાપના મનનો નાજુક સ્પર્શ છે, જ્યારે એ પહેલી વાર “પપ્પા” બોલે, ત્યારે શબ્દ નહીં — આશીર્વાદ બોલે છે. બાપના ખભા પર બેસેલી એ નાની ગુડિયા 🦋, એક દિવસ ખભા ઉપર નહીં, પણ સપનામાં વસે છે. 🙇બાપ જ્યારે કડક બને છે, ત્યારે પ્રેમ ક્યારેય ઘટતો નથી — એ તો ચિંતા રૂપી વધે છે. દીકરીના 🦋 વિદાય દિવસે, બાપના હોઠ પર સ્મિત હોય છે, પણ આંખોમાં સમુદ્ર ખળભળે છે. સંબંધની આ મીઠાશ શબ્દોથી નહીં, હૃદયથી સમજાય છે — કેમ કે દીકરી, બાપના જીવનની એ અધૂરી કવિતા છે, જે સમયના દરેક પાને લખાતી રહે છે....🥺🙇 🌸 🌸 🌸 ખમ્મા 🙇 🥺 🦋

🙇 "રિદ્ધિ એટલે ઘરનો પ્રકાશ"

Image
રિદ્ધિ 🙇 શું છે રિદ્ધિ નામનું મહત્વ.....આમ તો આપણી સંસ્કૃતિમાં "રિદ્ધિ" શબ્દનો અર્થ છે સમૃદ્ધિ, વિકાસ, શુભફળ અને પ્રગતિ. હિન્દુ શાસ્ત્રોમાં રિદ્ધિનો ઉલ્લેખ દેવી ગણેશજીની પત્ની તરીકે પણ થાય છે – રિદ્ધિ-સિદ્ધિ...એટલે આ નામ માત્ર એક ઓળખ નથી, પણ સમૃદ્ધિ અને સિદ્ધિનું પ્રતિક છે. જ્યાં ઘર માં રિદ્ધિ હોય, ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા, સૌહાર્દ, પ્રેમ અને પ્રગતિનો પ્રવાહ રહે છે. તેના નામ સાથે એક એવી લાગણી જોડાયેલી છે કે ઘર માં શાંતિ અને આનંદ ટકીને રહે. ઘરમાં જો કોઈનું નામ 🙇 રિદ્ધિ હોય, તો તે પરિવાર માટે ભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતીક બની જાય છે. આવા નામવાળા સભ્યો ઘરની સંસ્કૃતિને વધુ પ્રગટ કરે છે, કારણ કે નામમાં રહેલી ઉર્જા પરિવારના સ્વભાવ અને વાતાવરણમાં પણ ઝીલાય છે. રિદ્ધિ નામ એ માત્ર નામથી જ નહીં, પરંતુ તેના સ્વભાવથી પણ ઘરનું માન-સન્માન, પ્રેમ, સંસ્કાર અને સહકાર વધારે છે.  🦋 રિદ્ધિ નામ માટે થોડાક શબ્દોમાં મારી મુખની વાણી વારું તો..... 🙇"રિદ્ધિ ઘરનું એ પ્રકાશ છે, જે અંધકારને દૂર કરીને સૌહાર્દ અને સમૃદ્ધિનો માર્ગ દેખાડે છે..." . . . 🪷🙇🦋

"દીકરી બાપનો મિઠો મેરામણ 🦋🙇"

Image
 वैसे तो बेटियों के बारे में जितनी बात करो इतनी कम हे....🙇 પદ્મ શ્રી ભીખુદાન ગઢવી ના મુખેથી આમ તો, ઘણી બધી લોકસાહિત્ય જગત ની વાતો સાંભળેલી છે...🙇 પરંતુ એ વાતો માની મને ગમતી " બાપ - દીકરીનો સબંધ " , " દીકરીના વધામણા " , " દીકરીની વિદાય "....જેવા હૃદય સ્પર્શી પ્રસંગો અને વાતો મને પ્રેમ, સન્માન, ત્યાગ, કૃતજ્ઞતા, વિશ્વાસ જેવા જીવનના સાચા મૂલ્યો સમજાવે છે🙇🦋.... એનાથી આગળ વાત કરું તો એક બાપ માટે દીકરી બાપનો મિઠો મેરામણ કહેવાય છે . આમ તો ઘણી બધી સાહિત્ય જગત ની વાતું મારી આંખો ને આ ચોમાસાની ધરતી ની જેમ ભીંજવે છે... 🥺🦋 પણ આજે ચાલો તમને એક વાત કહું 🥺🦋એવું કહેવાય છે કે દીકરી ઘરની લક્ષ્મી છે...બાપ દીકરીના હૃદયસ્પર્શી સબંધ ની વાત મારા શબ્દોમાં 🥺🙇🦋કહું તો દીકરી નું પગરણ ઘરમાં શું લાવે છે... 🌿 દીકરીનું પગરણ 🌿 એક નાનું ગામ હતું. ત્યાં રમેશભાઈ પોતાની નાની દીકરી સાથે રહેતા. દીકરી ઘરનો તાજ હતી – જ્યાં જાય ત્યાં હાસ્ય ફેલાતું. એકવાર કોઈએ રમેશભાઈને પૂછ્યું: “તમારી દીકરીના પગલાં ઘરમાં પડયા ત્યારથી શું બદલાવ આવ્યો?” 🙇રમેશભાઈ થોડું મલકાયા અને બોલ્યા: “પહેલા મારુ...

🙇 Bahen Ka Ladla "Bhai"

Image
 દુનિયાની મારી તમામ બહેનોને  🥺🙇🙏 આ રક્ષાબંધન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙇હંમેશા ખુશ રહે, હંમેશા આગળ વધે  મારી બહેન એવી માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના કરું છું... 🙇 🌸 🌸 🌸 🌸 🌸 આજ નો દિવસે એટલે ભાઈ બહેન નો દિવસ 🥺🙇 આમ તો મારી ટેવ છે લખવાની... પણ આજે આ રક્ષાબંધન ના પાવન પર્વ ના દિવસે મારી દુનિયાની તમામ બહેનો માટે 🥺🙇 થોડાક મારા શબ્દોમાં મે લખેલી વાત આ દુનિયાની તમામ બહેનો ને અર્પણ છે મારા શબ્દો 🥺🙇 ✨✨✨✨✨✨✨✨✨✨ "મિત્રો… આજે એક ધાગો ફક્ત કાંડા પર નહીં, દિલ પર બાંધવાનો દિવસ છે… બાળપણમાં જે હાથમાં રમકડાં પકડીને ફરતી હતી, આજે એ જ હાથમાં આશીર્વાદોનો દીવો લઈને ઊભી છે – મારી બહેન…🥺🙇 બહેન🙇 એટલે બાળપણનો એ સાથીદાર, જેણે મારી ભૂલ છુપાવી પણ છે… અને મમ્મીને કહેલી પણ છે! બહેન એટલે એ દેવદૂત, જે મારી સફળતામાં સૌથી પહેલા તાળી પાડી છે, અને મારી હાર પર આંખમાંથી પાણી પાડે છે… મિત્રો, રાખી ફક્ત રેશમનો ધાગો નથી, રાખી એ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો પ્રેમનો કરાર છે… રાખી એ બહેનના સુરક્ષાના સપના પર મૂકાયેલી ભાઈની સાક્ષાત સહી છે… આજે હું મારી બહેનને 🙇વચન આપું છું… કે તારી આંખમાં પાણી આ...