રિદ્ધિ 🙇 શું છે રિદ્ધિ નામનું મહત્વ.....આમ તો આપણી સંસ્કૃતિમાં "રિદ્ધિ" શબ્દનો અર્થ છે સમૃદ્ધિ, વિકાસ, શુભફળ અને પ્રગતિ. હિન્દુ શાસ્ત્રોમાં રિદ્ધિનો ઉલ્લેખ દેવી ગણેશજીની પત્ની તરીકે પણ થાય છે – રિદ્ધિ-સિદ્ધિ...એટલે આ નામ માત્ર એક ઓળખ નથી, પણ સમૃદ્ધિ અને સિદ્ધિનું પ્રતિક છે. જ્યાં ઘર માં રિદ્ધિ હોય, ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જા, સૌહાર્દ, પ્રેમ અને પ્રગતિનો પ્રવાહ રહે છે. તેના નામ સાથે એક એવી લાગણી જોડાયેલી છે કે ઘર માં શાંતિ અને આનંદ ટકીને રહે. ઘરમાં જો કોઈનું નામ 🙇 રિદ્ધિ હોય, તો તે પરિવાર માટે ભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતીક બની જાય છે. આવા નામવાળા સભ્યો ઘરની સંસ્કૃતિને વધુ પ્રગટ કરે છે, કારણ કે નામમાં રહેલી ઉર્જા પરિવારના સ્વભાવ અને વાતાવરણમાં પણ ઝીલાય છે. રિદ્ધિ નામ એ માત્ર નામથી જ નહીં, પરંતુ તેના સ્વભાવથી પણ ઘરનું માન-સન્માન, પ્રેમ, સંસ્કાર અને સહકાર વધારે છે. 🦋 રિદ્ધિ નામ માટે થોડાક શબ્દોમાં મારી મુખની વાણી વારું તો..... 🙇"રિદ્ધિ ઘરનું એ પ્રકાશ છે, જે અંધકારને દૂર કરીને સૌહાર્દ અને સમૃદ્ધિનો માર્ગ દેખાડે છે..." . . . 🪷🙇🦋