"દીકરી બાપનો મિઠો મેરામણ 🦋🙇"
वैसे तो बेटियों के बारे में जितनी बात करो इतनी कम हे....🙇
પદ્મ શ્રી ભીખુદાન ગઢવી ના મુખેથી આમ તો, ઘણી બધી લોકસાહિત્ય જગત ની વાતો સાંભળેલી છે...🙇 પરંતુ એ વાતો માની મને ગમતી " બાપ - દીકરીનો સબંધ " , " દીકરીના વધામણા " , " દીકરીની વિદાય "....જેવા હૃદય સ્પર્શી પ્રસંગો અને વાતો મને પ્રેમ, સન્માન, ત્યાગ, કૃતજ્ઞતા, વિશ્વાસ જેવા જીવનના સાચા મૂલ્યો સમજાવે છે🙇🦋....
🌿 દીકરીનું પગરણ 🌿
એક નાનું ગામ હતું. ત્યાં રમેશભાઈ પોતાની નાની દીકરી સાથે રહેતા. દીકરી ઘરનો તાજ હતી – જ્યાં જાય ત્યાં હાસ્ય ફેલાતું.
એકવાર કોઈએ રમેશભાઈને પૂછ્યું:
“તમારી દીકરીના પગલાં ઘરમાં પડયા ત્યારથી શું બદલાવ આવ્યો?”
🙇રમેશભાઈ થોડું મલકાયા અને બોલ્યા:
“પહેલા મારું ઘર માત્ર એક મકાન હતું… દીકરીના પગલાં પડતાં એ મકાન ઘર બની ગયું...
પહેલા દિવાલો સુની લાગતી, હવે દીકરીના હાસ્યથી ઘરની દીવાલો પણ જીવે છે...
પહેલા ખાલી ખુરશી હતી, હવે એમાં રાજકુમારી🥺🦋 બેસે છે...
પહેલા જીવનમાં થાક હતો, હવે દીકરીની ઝલકથી તાજગી છે.
હવે દીકરી છે એટલે ઘરમાં રોજ દીવાળી છે..."🥺🦋
રમેશભાઈ ના આ શબ્દોમાં પ્રાણ છે...વાત કહેતા વાર લાગે પણ આગળ કહું તો...
સમય પસાર થયો… દીકરી મોટી થઈ, લગ્નનો દિવસ આવ્યો. વિદાય સમયે રમેશભાઈએ દીકરીને કાનમાં કહ્યું:
“🥺 બેટી, તું જ્યાં જશે ત્યાં એ ઘર પણ મકાનથી ઘર બની જશે… કેમ કે તારા પગલાં હંમેશા લક્ષ્મી સમાન છે.”
દીકરી 🥺 આંસુભરી આંખોથી બોલી:
“બાપા, મારું ઘર તો તમે જ છો… જ્યાં પણ રહીશ, મારી દોડતી છાયા હંમેશા તમારા ઘરમાં જ રહેશે.” .......
🪷
🪷
ઘણી ખમ્મા દીકરીને 🥺.....


Please comment one sentence of Dad-Daughter Love 🦋
ReplyDelete